જ્ઞાનવૃદ્ધિ અને સંચાલનની દષ્ટિએ બીએસઈએ અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. 15 વર્ષ પૂર્વે તેણે તાલીમ સંસ્થા સ્થાપી હતી તે હવે ભારતની નાણાકીય અને સિક્યુરિટીઝ માર્કેટમાં અગ્રણી સંસ્થા તરીકે ઊભરી છે.
બીટીઆઈના ટૂંકા નામે ઓળખાતી બીએસઈ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટને ભારતભરની નાણાકીય સંસ્થાઓનું પીઠબળ છે. વધતી લોકપ્રિયતા સાથે તે વિસ્તરી રહી છે. પી. જે. ટાવરના 18મા અને 19મા માળે 50 બેઠકોવાળું અત્યાધુનિક સર્ટિફિકેશન સેન્ટર છે, જેમાં ટીએફટી મોનિટર અને લિનક્સ વાઈરસ ફ્રી ઓપરેટિંગ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. એ ઉપરાંત બીટીઆઈ ત્રણ ક્લાસ રૂમ ધરાવે છે, જેની કુલ બેઠક ક્ષમતા 160ની છે. તાલીમાર્થીઓને શ્રેષ્ઠ સેવા પૂરી પાડતી આ સંસ્થા 30 બેઠકો ધરાવતી કોમ્પ્યુટર લેબોરેટરી, કોન્ફરન્સ, પુસ્તકાલય અને ભોજન ખંડ ધરાવે છે.
બીટીઆઈ હાલમાં 36 કોર્સ ઓફર કરે છે. આ કોર્સીસ દરમિયાન વર્ષમાં આશરે 183 કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં 6500થી અધિક વ્યક્તિઓ સામેલ થાય છે. આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા જેવા પ્રદેશોમાંથી સહભાગીઓ આવે છે. બીટીઆઈ હવે દક્ષિણ એશિયાની તાલીમ સંસ્થાઓમાં એવી શિરમોર બનવા માગે છે, જે દક્ષિણ એશિયાના ઝડપથી વિસ્તરી રહેલા નાણાકીય ક્ષેત્રની જરૂરિયાતો સંતોષશે.
બીટીઆઈ જમનાલાલ બજાર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સહયોગમાં કેપિટલ માર્કેટ વિષેનો સર્ટિફિકેટ પ્રોગ્રામ ચલાવે છે, જે ભારતીય નાણાકીય બજારોમાં લોકપ્રિય છે. કોઈ પણ ગ્રેજ્યુએટ, સ્ટોક બ્રોકર, સબ-બ્રોકર, ઈન્વેસ્ટમેન્ટ સલાહકાર, પોર્ટફોલિયો મેનેજર, ડિપોઝિટરી, ડીપી, બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડો, કસ્ટોડિયનો, ક્લીયરિંગ હાઉસીસ, નાણાસંસ્થાઓના પ્રોફેશનલ્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ આ વિસ્તૃત કોર્સ કરી શકે છે.
ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના સંપર્ક / પત્રવ્યવહારનું સરનામું
બીએસઈ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ ,
પી. જે. ટાવરના 18મા માળે,
ટેલિ. 2272 1126/27/1233/
ફેક્સઃ 22723250
એક્સટેન્શન
8303,8184,8464
ઈમેઈલઃ
training@bseindia.com
વધુ માહિતી અંગ્રેજી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.