+¾à´ÉÉ±É |
|
આરઈસી લિ.ને 31 ડિસેમ્બર, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.2,878.08 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.2,772.65 કરોડનો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.9,779.62 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.9,709.95 કરોડ થઈ હતી.
જોકે કંપનીના ગ્રુપનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 31 ડિસેમ્બર, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.2,915.33 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.2,773.44 કરોડ થયો હતો. કંપનીની કુલ આવક રૂ.9,781.71 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.9,711.93 કરોડ થઈ હતી. |