+¾à´ÉÉ±É |
|
ડી બી રિયલ્ટી લિ.એ જણાવ્યું છે કે કંપનીની મૂડીમાં વધારો કરવા અને એકીકૃત ઋણ ઘટાડવા માટે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બે તબક્કા / રાઉન્ડમાં પ્રમોટર ગ્રુપ / નોન-પ્રમોટર્સ (ઈન્વેસ્ટર્સ)ને 25,75,00,000 કન્વર્ટિબલ વોરન્ટ્સના પ્રેફરેન્શિયલ ઈશ્યુ મારફતે રૂ.1,544 કરોડનું ભંડોળ એકર્ત કર્યું છે. વધુમાં કંપનીએ જણાવ્યું છે કે સંપૂર્ણ કન્વર્ટિબલ વોરન્ટ્સને ઈક્વિટી શેર્સમાં રૂપાંતર કર્યું છે અને કંપનીએ રોકાણકારોને ઈક્વિટી શેર્સની ફાળવણી કરી છે અને કંપનીએ ઈક્વિટી શેર્સની ફાળવણી કરી છે. કંપની પ્રેફરેન્શિયલ ધોરણે ઈક્વિટી શેર્સમાં રૂપાંતરપાત્ર વોરન્ટ્સના ઈશ્યુ દ્વારા પ્રાપ્ત રૂ.1404 કરોડની રોકડનું ઉપયોગ ઋણ ઘટડવા માટે અને નવી અસ્કાયમતોના હસ્તગત / રોકાણ કરવા માટે કરશે. છેલ્લા એક વર્ષમાં કંપનીએ સૌથી મોટા રિયલ ઈસ્ટેટ ડેવલપર્સ અદાણી ગુડ હોમ્સ પ્રા. લિ., ગોદરેડ રેસિડેન્સી પ્રા. લિ., પ્રેસ્ટિજ ગ્રુપ એન્ટીટી સાથે ભાગીદારી/ સંયુક્ત સાહસ / અરેન્જમેન્ટમાં પ્રવેશ કર્યો છે. કંપની ઋણમુક્ત થવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને 600 એકરથી વધુની તેની નોંધપાત્ર રિયલ ઈસ્ટેટ હોલ્ડિંગનું મુદ્રીકરણ કરવા માટે સ્થાપિત મોટા રિયલ ઈસ્ટેટ ડેવલપર્સ સાથે ભાગીદારી કરવાના માર્ગો સતત શોધી રહી છે.
|