22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 12/11/2024 8:18:30 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈની વિક્રમ સર્જક ત્રિમાસિક કામગીરીઃ રૂ.819 કરોડની આવક અને રૂ.346 કરોડનો ચોખ્ખો નફો

+¾à´ÉɱÉ
બીએસઈએ તેની 30 સપ્ટેમ્બર, 2024 અંતેની ત્રિમાસિક નાણાકીય કામગીરી જાહેર કરી છે, જે મુજબ કોન્સોલિડેટેડ ધોરણે આવક આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 123 ટકા વધીને રૂ.819 કરોડ અને ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.118 કરોડથી 192 ટકા વધીને રૂ.346 કરોડ થયો છે. વહેંચણીપાત્ર નફો રૂ.121 કરોડથી 188 ટકા વધીને રૂ.347 કરોડ થયો છે. કામકાજની આવક રૂ.315 કરોડથી 137 ટકા વધીને 746 કરોડ અને ઘસારા, કરવેરા અને વ્યાજ પૂર્વેનો નફો રૂ.133 કરોડથી 192 ટકા વધીને રૂ.389 કરોડ થયો છે. કાર્યકારી નફાનું માર્જિન 42 ટકાથી વધીને 52 ટકા થયું છે.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું કે બીએસઈએ તેના ઈતિહાસની સર્વ શ્રેષ્ઠ ત્રિમાસિક કામગીરી જાહેર કરી છે. અમે સતત અમારી પ્રોડક્ટ શ્રેણીના વિસ્તાર અને માળખાકીય ક્ષેત્રે રોકાણ કરતા રહીને નાણાકીય બજારમાં મોખરે રહેવા કૃતનિશ્ચયી છીએ. અમે બધા હિતધારકો સાથે મળીને અમારી બજારોને આગામી પેઢીના રોકાણકારોને સાનુકૂળ બનાવી રહ્યા છીએ.

બીએસઈની પ્રાઈમરી માર્કેટના પ્લેટફોર્મ્સની કામગીરી જોઈએ તો કંપનીઓએ આ સમયગાળા દરમિયાન રૂ.13.7 લાખ કરોડ વિવિધ ઈશ્યુઓ દ્વારા એકત્ર કર્યા હતા.

સેકન્ડરી માર્કેટમાં ઈક્વિટી કેશ સેગમેન્ટનું દૈનિક સરેરાશ ટર્નઓવર આગલા વર્ષના સમાન ગાળાના રૂ.5,922 કરોડથી વધીને રૂ.9,768 કરોડ રહ્યું છે. સ્ટાર એમએફ પ્લેટફોર્મની આવક સો ટકા વધીને રૂ.58.7 કરોડ થઈ છે. આ પ્લેટફોર્મ પર પ્રોસેસ કરાયેલા ટ્રાન્ઝેક્શનની સંખ્યા 68 ટકા વધીને 16.28 કરોડની થઈ છે.


સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.