+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા.5 માર્ચ, 2021
બીએસઈની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બીએસઈ ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (બીએસઈઆઈએલ)એ ફંટિયર એગ્રિકલ્ચરલ પ્લેટફોર્મ્સ પ્રા. લિ. (એફએપીએલ) સાથે કૃષિ બજારમાં ઈનોવેશન માટે સંયુક્ત સાહસ કરાર કર્યો છે, જે હેઠળ એફએપીએલ બીએસઈ ઈ-એગ્રિકલ્ચરલ માર્કેટ્સ લિમિટેડ (બીમ)માં 40 ટકા હિસ્સો ધારણ કરશે.
આ સંયુક્ત સાહસનો હેતુ કૃષિ પેદાશોના ટ્રેડિંગમાં ઉપલબ્ધ તકો શોધી કાઢવાનો છે. સરકારે આ ક્ષેત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરવા પર ભાર મૂક્યો છે એ જોઈને આ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોને ઝડપવા સંયુક્ત સાહસની સ્થાપના કરવામાં આવી છે.
આ સહયોગ દેશમાં કૃષિ પેદાશો માટે સિંગલ માર્કેટ સર્જવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ રોકાણકારો અને કંપનીઓ માટે કૃષિ બજારોને વિસ્તૃત કરવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે છે.
આ સહયોગને પરિણામે એફએપીએલ બીમને હિતધારકોને જોડતી માર્કેટ લિન્કેજીસ અને ડોમેઈન નોલેજ પૂરું પાડશે.
આ સંયુક્ત સાહસ વિશે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, આ સંયુક્ત સાહસ બીમમાં અમારા મૂડીરોકાણને મજબૂતી બક્ષશે. ખેડૂતો અને ભારતીય અર્થતંત્રના લાભ માટે કૃષિ કોમોડિટીઝનું વૈશ્વિક સ્તરનું ટ્રેડિંગ ફ્રેમવર્ક સર્જવા બીએસઈ ગ્રુપ કટિબદ્ધ છે. એફએપીએલના ઉદ્યોગ સાથેના મજબૂત કનેક્શન્સ અને બીએસઈની ટેકનોલોજીની સર્વોપરિતા દ્વારા બીમ કૃષિ કોમોડિટીઝના સ્પોટ ટ્રેડિંગ વચ્ચેના અંતરાયોને દૂર કરવા માગે છે.
એફએપીએલના ડિરેક્ટર નીલોત્પલ પાઠકે આ પ્રસંગે કહ્યું, ખેડૂતોની આવક વધારવા સામે મુખ્ય સમસ્યા બજાર સાથેનો સંપર્ક અને જોડાણ વધારવાની છે. બીમનું ટેકનોલોજી પ્લેટફોર્મ કે જે ખેડૂતોને વેપાર સાથે અને અન્ય ખેલાડીઓ સાથે જોડે છે તેની દેશના કૃષિ પેદાશોની સપ્લાય ચેઈન પર દૂરગામી અસર થશે.
|