+¾à´ÉÉ±É |
|
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 516મી કંપની તરીકે અફકોમ હોલ્ડિંગ્સ લિ. લિસ્ટ થઈ છે. કંપનીનો પબ્લિક ઈશ્યુ 6 ઓગસ્ટ, 2024ના રોજ સંપન્ન થયો હતો.
ચેન્નઈમાં રજિસ્ટર્ડ થયેલી આ કંપની એરપોર્ટથી એરપોર્ટ કાર્ગો ટ્રાન્સફર કરવાનું કામકાજ કરે છે. કંપની ભારત, હોંગ કોંગ, સિંગાપોર, થાઈલેન્ડ, જપાન, સાઉથ કોરિયા, ચાઈના અને તાઈવાનમાં જનરલ સેલ્સ એન્ડ સર્વિસીસ એજન્ટ્સ (જીએસએસએ) ધરાવે છે. કંપનીએ વિશ્વના કાર્ગો સેલ્સ અને સર્વિસીસ વેપાર ક્ષેત્રની અગ્રણી વર્લ્ડ ફ્રેઈટ કંપનીના ડિવિઝન એર લોજિસ્ટિક્સ ગ્રુપ સાથે 24 સપ્ટેમ્બર, 2021ના રોજ કરાર કરેલો છે. એર લોજિસ્ટિક્સ ગ્રુપ દૂર પૂર્વના દેશોમાં કંપનીના જીએસએસએ તરીકે કામ કરશે. વધુ માહિતી માટે https://www.bseindia.com/markets/publicIssues/DisplayIPO.aspx?id=3536&type=IPO&idtype=2&status=H&IPONo=6674&startdt=02-08-2024 પર ક્લિક કરો.
|