+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 17 ડિસેમ્બર, 2024
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 535મી કંપની તરીકે જંગલ કેમ્પ્સ ઈન્ડિયા લિમિટેડ લિસ્ટ થઈ છે. આ કંપનીનો એસએમઈ આઈપીઓ 12 ડિસેમ્બર, 2024એ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
જંગલ કેમ્પ્સ ઈન્ડિયા લિ. દિલ્હીમાં રજિસ્ટર્ડ થયેલી કંપની છે, જે વાઈલ્ડલાઈફ કેમ્પ્સ અને હોટેલ્સ, મોટેલ્સ, ઈન્સ, ગેસ્ટ હાઉસીસ, હોલિડે હોમ્સ, હેલ્થ ક્લબ્સ, કેટરિંગ હાઉસીસ અને રેસ્ટોરાં ક્ષેત્રે કામકાજ કરે છે. કંપની સંવર્ધનકેન્દ્રી હોસ્પિટાલિટી ગ્રુપ છે, જે પ્રાઈમ વાઈલ્ડલાઈફ અને મધ્ય ભારતમાંના ટાઈગર રિઝર્વ નેશનલ પાર્ક્સમાં ચાર એવોર્ડ વિનિંગ બુટિક રિઝોર્ટ્સ ઓપરેટ કરે છે. એ ઉપરાંત ગ્રુપ હાઈવે રિટ્રીટ અને રેસ્ટોરાંનું સંચાલન કરે છે અને વિવિધ કસ્ટમાઈઝ્ડ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ પૂરા પાડે છે.
|