+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા.19 ડિસેમ્બર, 2024
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 536મી કંપની યશ હાઈવોલ્ટેજ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો એસએમઈ આઈપીઓ 16 ડિસેમ્બર, 2024એ સંપન્ન થયો હતો.
યશ હાઈવોલ્ટેજ લિમિટેડ ગુજરાત રાજ્યમાં રજિસ્ટર્ડ છે, જે વિસ્તૃત રેન્જનાં ટ્રાન્સફોર્મર બુશિંગનું ઉત્પાદન કરે છે. કંપનીના પ્રોડક્ટ્સમાં ઓઈલ ઈમ્પ્રેગ્નેટેડ પેપર બુશિંગ, હાઈ કરન્ટ બુશિંગ અને રેઝિન ઈમ્પ્રેગ્નેટેડ પેપર, ઈમ્પ્રેગ્નેટેડ સિન્થેટિક બુશિંગ્સનો સમાવેશ થાય છે. કંપની ઓન-સાઈટ અને ઓફ્ફ-સાઈટ બુશિંગ્સ ટેક્નિકલ પરીક્ષણ, પૃથક્કરણ અને સમારકામ સર્વિસીસ પૂરી પાડે છે.
|