+¾à´ÉÉ±É |
|
મુંબઈ, ઑક્ટોબર 01, 2024 - એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બીએસઈ લિ. અને મહારાષ્ટ્ર ઇકોનોમિક ડેવલપમેન્ટ કાઉન્સિલ (એમઈડીસી)એ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર એસએમઈઝના લિસ્ટિંગને પ્રોત્સાહન આપવા.
માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રી (એમએસએમઈ) ક્ષેત્ર અને એમએસએમઈ સાહસિકોની વૃદ્ધિ, વિકાસ અને પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
એમઓયુના ભાગરૂપે, બીએસઈ અને એમઈડીસી એસએમઈ લિસ્ટિંગના ફાયદાઓ વિશે રોકાણકારોમાં જાગૃતિ વધારવા માટે સંયુક્તપણે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરશે.
આ ભાગીદારી હેઠળ, બીએસઈ એમઈડીસીના અધિકારીઓને તાલીમ અને ક્ષમતા નિર્માણ સહાય પૂરી પાડશે. એક્સચેન્જ મહારાષ્ટ્રમાં સંપર્કના એક બિંદુ તરીકે નોડલ વ્યક્તિની પણ નિમણૂક કરશે, જે પ્લેટફોર્મ પર નોંધણી/લિસ્ટિંગ સંબંધિત એસએમઈઝને પ્રારંભથી
અંત સુધીનાં સોલ્યુશન્સ પ્રદાન કરશે.
|