+¾à´ÉÉ±É |
|
બીએસઈએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું છે કે અંકિત દુબે (ફોન નં.7049202520), મનોજ જૈન (ફોન.નં.8982716344), ભાગ્યશ્રી તિવારી (ફોન નં.7089569087, 9174201174) અને દીપક (ફોન નં.7297082324, 9311633763) તેમની ઓનલાઈન ઉપસ્થિતિ દ્વારા અનધિકૃત પ્રવૃત્તિઓ, જેવી કે રોકાણકારો પાસેથી ભંડોળ સ્વીકારીને ખાતાં હેન્ડલ કરવા સહિતની પ્રવૃત્તિ કરે છે અને પોતાની ઓળખ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ તરીકેની આપે છે અને રોકાણકારોને ખાતરીબંધ વળતર ઓફર કરે છે.
રોકાણકારો એ હકીકત નોંધે કે આ વ્યક્તિઓ બીએસઈ લિમિટેડના રજિસ્ટર્ડ મેમ્બર કે અધિકૃત વ્યક્તિઓ નથી. એક્સચેન્જની વેબસાઈટ પર જઈને બીએસઈની કોઈ પણ ઈન્ટરમીડિયરીઝના રજિસ્ટ્રેશનની ખાતરી થઈ શકે છે. ટ્રેડિંગ મેમ્બરોએ નિયુક્ત કરેલી બેન્કોનાં ખાતાં કે જે અપસ્ટ્રીમિંગ ક્લાયન્ટ બેન્ક એકાઉન્ટ્સ કહેવાય છે, જેમાં ક્લાયન્ટ્સનાં ફંડ્સ મેમ્બર દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે એની ચકાસણી મેમ્બર ડિરેક્ટરી લિન્ક પર કરી શકાય છે.
ચકાસણી માટેની લિન્ક્સ અને વધુ માહિતી માટે અંગ્રેજી લિન્ક પર ક્લિક કરો.
|