22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 27/08/2024 6:38:06 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É એશિયા ઈન્ડેક્સે નવો ઈન્ડેક્સ બીએસઈ નેક્સ્ટ 30 લોન્ચ કર્યો

+¾à´ÉɱÉ
બીએસઈની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી એશિયા ઈન્ડેક્સ પ્રા. લિ.એ વધુ એક નવો ઈન્ડેક્સ બીએસઈ સેન્સેક્સ નેક્સ્ટ 30નો પ્રારંભ કર્યો છે.

બીએસઈ સેન્સેક્સ નેક્સ્ટ 30 બીએસઈ 100 ઈન્ડેક્સમાંની સેન્સેક્સ સિવાયની મોટી કંપનીઓની કામગીરીને ટ્રેક કરે છે. રોકાણકારોને બજારની અગ્રણી કંપનીઓના આગામી સેટના વિકાસનો લાભ આ ઈન્ડેક્સ મારફત મળી રહેશે.

આ ઈન્ડેક્સ લોન્ચ કરતાં એશિયા ઈન્ડેક્સ પ્રા.લિ.ના એમડી આશુતોષ સિંહે કહ્યું કે બીએસઈ સેન્સેક્સ નેક્સ્ટ 30 રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોને આકર્ષશે, કારણ કે તે પ્રવાહિતા, નીચી ઈમ્પેક્ટ કોસ્ટ, રિસ્ક એડજસ્ટેડ રિટર્ન આદિ ફીચર્સ ધરાવે છે. આ પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું કે પ્રોડક્ટ ઈનોવેશનમાં હંમેશાં ગ્રાહકોની પસંદ અગ્રસ્થાને રહેશે. એસેટ મેનેજરોની જરૂરિયાતો માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું કામ કરવાનું બાકી છે એમાંનું આ એક છે.

કોટક એસેટ મેનેજમેન્ટના એમડી નીલેશ શાહે આ પ્રસંગે કહ્યું કે હજી વધુ સંબંધિત ઈન્ડાયસીસની મૂડીબજારને આવશ્યકતા છે અને એઆઈપીએલના આ નવા પ્રોડક્ટનું સ્વાગત કરીએ છીએ. આ ઈન્ડેક્સને બેન્ચમાર્ક ગણી એસેટ મેનેજરો તેમના પરોક્ષ બજાર વ્યૂહો આગળ ધપાવી શકશે.

આ ઇન્ડેક્સમાં નાણાકીય સેવાઓ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ઊર્જા, કોમોડિટીઝ, હેલ્થકેર, ઉદ્યોગો, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને યુટિલિટીઝ જેવાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે. વધુમાં, વળી એવી જ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ બીએસઈમાં ઉપલબ્ધ છે.

બીએસઈ સેન્સેક્સ નેક્સ્ટ 30ની ફર્સ્ટ વેલ્યુ ડેટ 20 જૂન, 2014 છે અને વેલ્યુ 10,000 છે. આ ઈન્ડેક્સની અર્ધવાર્ષિક ધોરણે સમીક્ષા કરાશે અને ત્રિમાસિક ધોરણે પુનઃ સંતુલિત કરવામાં આવશે.



´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.