+¾à´ÉÉ±É |
|
ડીએલએફ લિ.એ અખબારી યાદી દ્વારા બીએસઈને જણાવ્યું હતું કે કંપનીની સબસિડિયરી ડીએલએફ સાયબર સિટી ડેવલપર્સ લિ.ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની ડીએલએફ ઈન્ફો સિટી ડેવલપર્સ (કોલકત્તા) લિ.એ કરાર કર્યા છે. આ કરાર હેઠળ રૂ.637 કરોડમાં આરડીબી પ્રાઈમાર્ક ટેકનો પાર્ક એલએલપી ને સ્લમ્પ સેલ ધોરણે ડીએલએફની કોલકત્તા ખાતેની કોલકત્તા ટેક પાર્ક બિઝનેસ અસ્ક્યામતોને વેચવામાં આવશે.
કોલકાતા ટેક પાર્ક 14.9 લાખ ચોરસ ફૂટના કુલ લીઝેબલ વિસ્તાર સાથે પૂર્વ ભારતમાં સૌથી મોટા આઈટી પાર્કમાંનું એક છે. કોલકાતા આઈટી પાર્કએ યુએસ ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ તરફથી એલઈઈડી પ્લેટિનમ પ્રમાણિત બિલ્ડિંગ છે.
|