+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા.31 મે, 2022
દેશના સૌથી મોટા એક્સચેન્જસ્થિત મ્યુચ્યુઅલ ફંડ વિતરણ ઓનલાઈન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર મે મહિનામાં 2.04 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. આ અગાઉ માર્ચ, 2022માં સૌથી અધિક એટલે કે 1.96 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
ધા મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ તેમના વ્યવહારો ઓનલાઈન પ્લેટફોર્મ મારફત કરી રહ્યાં હોવાથી મે મહિનામાં બીએસઈ સ્ટાર એમએફ પર રેકોર્ડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
નાણાકીય વર્ષ 2021-22માં સ્ટાર એમએફ પર 18.47 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા, જે તેના આગલા વર્ષે 9.38 કરોડ થયા હતા.
નાણાકીય વર્ષ 2021-22માં બીએસઈ સ્ટાર એમએફ પર ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 97 ટકા વધીને 18.47 કરોડની થઈ હતી અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ચોખ્ખા ઈક્વિટી મૂડીરોકાણ તરીકે રૂ.81,350 કરોડ પ્રાપ્ત કર્યા હતા.
મે 2022માં ટર્નઓવર મે, 2021ની તુલનાએ 23 ટકા વધીને રૂ.38,370 કરોડ થયું છે. નેટ ઈક્વિટી ઈન્ફ્લો 63 ટકા વધીને રૂ.8,403 કરોડ થયો છે.
|