+¾à´ÉÉ±É |
|
આશાપુરા માઈનકેમ લિ.એ જણાવ્યું છે કે આશાપુરા હોલ્ડિંગ્સ (યુએઈ) એફઝેડઈ (કંપનીની સ્ટેપ-ડાઉન સબસિડિયરી)એ ગિનીમાંથી બોક્સાઈટના સપ્લાય માટે કરવા માટે બે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આશાપુરા ગિની રિસોર્સિસ એસએઆરએલ (કંપનીની સ્ટેપ ડાઉન સબસિડિયરી)એ આયર્ન ઓરની સપ્લાય કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઉક્ત બે કરારમાંથી પ્રથમ કરાર, ગિનીમાંથી 2.4 કરોડ ટન બોક્સાઈટની સપ્લાય કરવા માટે ચીની એલ્યુમિનિયમની અગ્રણી સ્ટેટ પાવર ઈન્વેસ્ટમેન્ટ કોર્પ (એસપીઆઈસી)ની સબસિડિયરી સાથે કરવામાં આવ્યા છે, જે ત્રણ વર્ષ માટે વાર્ષિક 30 લાખ ટનની સપ્લાય કરવા માટેનો છે અને બીજો કરાર પાંચ વર્ષ માટે 30 લાખ ટન સપ્લાય કરવો માટેનો છે. એસપીઆઈસી ચીનની સૌથી મોટી સરકારી માલિકીની કંપની છે, જેની પાસે પરમાણુ ઉર્જા, થર્મલ પાવર, કોલસો, એલ્યુમિનિયમ, લોજિસ્ટિક્સ, ફાઈનાન્સ, પર્યાવરણ સંરક્ષમ અને હાઈ-ટેક ઈન્ડસ્ટ્રી પર સંકલિત 112 બિલિયન અમેરિકી ડોલરની કુલ અસેટ્સ છે. 1 કરોડ ટન આયર્ન ઓરની સપ્લાય કરવા માટે તાઈ હી માઈનિંગ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેમાં 5 વર્ષ માટે વાર્ષિક 20 લાખ ટન આયર્ન ઓરની સપ્લાય કરવામાં આવશે. તાઈ હી માઈનિંગ આયર્ન ઓરને અપગ્રેડ કરવા અને પ્રોસેસ કરવા માટે નવીનતમ ટેક્નોલોજી સાથે ચીની આયર્ન ઓરનું મુખ્ય છે.
|