22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 21/11/2024 8:17:50 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É માર્જિન ફંડ વિશે મહત્ત્વની સ્પષ્ટતા

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 21 નવેમ્બર, 2024
મીડિયામાં એવું કહેતા અહેવાલો ફરી રહ્યા છે કે નિયામકે ઓક્ટોબર, 2024માં કહેવાતા ઈશ્યુ કરેલા સરક્યુલર દ્વારા નવેમ્બર, 2024થી 1,010 સ્ટોક્સને ક્લિયરિંગ કોર્પોરેશન્સ પાસેથી માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (એમટીએફ) પ્રાપ્ત કરવા માટેના સ્ટોક્સની યાદીમાંથી બહાર કર્યા છે. આ સંબંધે એક્સચેન્જે જાહેર કર્યું છે કે આવો કોઈ સરક્યુલર સેબી દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યો નથી અને એમટીએફ પ્રાપ્ત કરી શકાય એ માટેની સિક્યુરિટીઝની યાદીમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી.

વર્તમાન નિયમન માળખા પ્રમાણે ક્લિયરિંગ કોર્પોરેશન્સ દ્વારા ઈશ્યુ કરાયેલા ગ્રુપ-1માં સમાવિષ્ટ સ્ક્રિપ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ પર ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા તેમના ક્લાયન્ટ્સને એમટીએફ પૂરું પાડવામાં આવે છે. ગ્રુપ-1ની સિક્યુરિટીઝની યાદી ઈમ્પેક્ટ કોસ્ટની ભૂમિકા અનુસાર નક્કી કરાય છે અને તે પ્રત્યેક મહિને અપડેટ કરવામાં આવે છે અને તેને એક્સચેન્જની સાઈટ પર પ્રસારિત કરવામાં આવે છે. આ મુજબ અત્યારે આશરે 2000 સિક્યુરિટીઝ ગ્રુપ-1નો હિસ્સો છે. આર્ટિકલમાં દાવો કરાયો છે એવો એમટીએફ માટેની સિક્યુરિટીઝની સંખ્યામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. વધુમાં ક્લિયરિંગ કોર્પોરેશન રિસ્ક આધારિત હેતુ પ્રમાણે કોલેટરલ્સનો સ્વીકાર કરવાનો અભિગમ ધરાવે છે, જેથી અસરકારકપણે જોખમનું સંચાલન થઈ શકે. સમયાંતરે કોલેટરલ્સ માટે સ્વીકાર્ય એવી સિક્યુરિટીઝની યાદીમાં સ્ક્રિપ્સ અનુસાર ભેદભાવ કરવામાં આવતો નથી. અહીં એની નોંધ લેવામાં આવે કે ઓક્ટોબર, 2024માં એમટીએફ હેઠળનું લેન્ડિંગ રૂ.80,500 કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.



´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.