+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જાણ કરવામાં આવે છે કે 2024ના નવેમ્બર મહિના દરમિયાન, નીચેના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટો રોકાણકારોની ફરિયાદો સીધી સાંભળવા અને તેનું નિરાકરણ કરવા બીએસઈની મુલાકાત લેશે. કાર્યક્રમ નીચે મુજબ છેઃ
- સોમવાર, 4 નવેમ્બર, 2024ના રોજ સવારે સવારે 11.30થી 12.30 દરમિયાન કેફિન ટેકનોલોજીસ પ્રા. લિ., બપોરે 2.30 વાગ્યાથી 3.30 સુધી બિગશેર સર્વિસીસ પ્રા. લિ. અને 3.30 વાગ્યાથી 4.30 સુધી પૂર્વ શેરરજિસ્ટ્રી (ઈન્ડિયા) પ્રા. લિ.
- મંગળવાર, 05 નવેમ્બર, 2024ના રોજ, 11.30 વાગ્યાથી 12.30 બીટલ ફાઇનાન્સિયલ એન્ડ કમ્પ્યુટર સર્વિસીસ પ્રા. લિ. અને 3.30થી 4.30 સુધી એમસીએસ શેર ટ્રાન્સફર એજન્ટ લિ.
- બુધવાર, 06 નવેમ્બર, 2024ના રોજ, 2.30થી 3.30 દરમિયાન લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લિ., યુનિવર્સલ કેપિટલ સિક્યોરિટીઝ પ્રા. લિ. અને શેરેક્સ સિનેમિક્સ ઇન્ડિયા પ્રા. લિ.,
- ગુરુવાર, 7 નવેમ્બર, 2024ના રોજ, 11.30થી 12.30 દરમિયાન ઈન્ટિગ્રેટેડ ઈન્ટ (ઈન્ડિયા) લિ. અને 2.30થી 3.30 દરમિયાન એડ્રોઈટ કોર્પોરેટ સર્વિસીસ પ્રા. લિ.
- શુક્રવાર, 8 નવેમ્બર, 2024ના રોજ, 11.30થી 12.30 દરમિયાન ટીએસઆર દર્શ લિ., 2.30થી 3.30 ડેટામેટિક ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રા. લિ. અને 3.30થી 4.30 દરમિયાન કેમિયો કોર્પોરેટ સર્વિસીસ પ્રા. લિ.
જે રોકાણકારોને ઉપરોક્ત આરટીએની ક્લાયન્ટ કંપનીઓ સાથે કોઈ ફરિયાદ હોય તેઓ બીએસઈ, પહેલે માળે, કામા બિલ્ડિંગ, દલાલ સ્ટ્રીટ, મુંબઈ - 400 001 ખાતેના ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્વેસ્ટર સર્વિસીસ ખાતે આ આરટીએઝને મળીને તેમની ફરિયાદોનું નિરાકરણ મેળવી શકે છે. વધુ માહિતી માટે શ્રી યતીન ભાવસાર ઈન્ટરકોમ નં. 2272 8016 અને શ્રી અરુણ માંજરેકર ઈન્ટરકોમ નં. તમે 2272 8282 પર સંપર્ક કરી શકો છો.
- સંદર્ભ નોટિસ નંબર :-
20241030-2 |