+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 13 એપ્રિલ, 2022
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 370મી કંપની તરીકે એઈટી જ્વેલર્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. એઈટી જ્વેલર્સે રૂ.10ની કિંમતના 27 લાખ ઈક્વિટી શેર્સ રૂ.41ના ભાવે ઓફર કરીને રૂ.11.07 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 5 એપ્રિલ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
એઈટી જ્વેલર્સ લિમિટેડ છત્તીસગઢ સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ રાયપુરમાં છે. કંપની વિવિધ ઝવેરાત, આભૂષણો, ઘડિયાળો અને સુવર્ણ, હીરા, પ્લેટિનમમાંથી બનાવેલી વસ્તુઓનું ટ્રેડિંગ કરે છે. કંપની અનોપચંદ તિલોકચંદ જ્વેલર્સના બ્રાન્ડ નામે સીધા અથવા સબ-ફ્રેન્ચાઈઝ વ્યવસ્થા હેઠળ શોરૂમ ખોલવાનો હક ધરાવે છે. કંપની બીટુબી બિઝનેસ મોડેલ ધરાવે છે. તે તેનાં જ્વેલરી પ્રોડક્ટ્સ કોરબા ખાતેના સબ-ફ્રેન્ચાઈઝી સ્ટોરને વેચે છે અને બિલાસપુરમાંના એક સ્ટોરના હોલસેલર તરીકે કામ કરે છે.
અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પરથી 135 કંપની મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 369 કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 12 એપ્રિલ, 2022ના રોજ રૂ.51,689 કરોડ રહ્યું હતું. બીએસઈ 60 ટકાના બજાર હિસ્સા સાથે આ ક્ષેત્રમાં મોખરે છે.
--------------------------------
|