+¾à´ÉÉ±É |
|
રિટ્કો લોજિસ્ટિક્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ જુલાઈ, 2022 મહિનાની કામગીરી અંગે માહિતી આપી છે, તેની વિગત નીચે મુજબ છે.
- બી2બી સોલ્યુશન્સ પૂરા પાડતા આયર્ન અને સ્ટીલના નવા બિઝનેસ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.
- ખાદ્ય તેલ સેગમેન્ટમાં નવા ગ્રાહક માટે વિવિધ સ્થળોએથી લોજિસ્ટિક્સ સેવાઓ શરૂ કરી છે.
- ગુજરાત, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં નવા ગ્રાહકો ઉમેરાયા છે.
- કંપની દ્વારા અદ્યતન એચઆરએમએ સોફ્ટવેરનો અમલીકરણ કરવામાં આવ્યું છે, જે વર્કફોસને ડાયનેમિક સાધનો અને ટેક્મોલોજી પ્રદાન કરશે, જેથી કંપનીના સંસ્થાકીય વિકાસમાં મદદ મળશે.
- માર્કેટિંગ અને એચઆરમાં કુશળ કર્મચારીઓનો ઉમેરો કર્યો છે. સંસ્થાકીય વિકાસ માટે ઈન-હાઉસ વ્યાપક તાલીમ કાર્યક્રમો શરૂ કર્યા છે.
- ડ્રાઈવિંગ લાઈન્સ અને વાહન ઓથોન્ટિકેશનની ઓનલાઈન વેરિફિકેશન મેળવવા માટે કંપની હાલમાં એનઆઈસી (નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટર) સાથે જોડાઈ છે.
|