+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 27 જાન્યુઆરી, 2023
સેબીના માર્ગદર્શન અને બધી માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ટરમીડિયરીઝ તેમ જ અન્ય બધા હિતધારકોના પીઠબળ સાથે શુક્રવાર, 27 જાન્યુઆરી, 2023થી ઈક્વિટી સેગમેન્ટમાં કોઈ પણ સિક્યુરિટીઝના કરેલા સોદાઓને ટીપ્લસવન સાઈકલ લાગુ કરવામાં આવી છે.
ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલને ફેબ્રુઆરી, 2022થી તબક્કા વાર લાગુ પાડવામાં આવી રહી છે અને હવે બધી સિક્યુરિટીઝમાં આ સેટમેન્ટ સાઈકલ લાગુ પાડવામાં આવી છે. આના પગલે રોકાણકારો માટે દેશના મૂડીબજાર વધુ કાર્યક્ષમ બનશે અને જોખમ ઘટશે.
ટી પ્લસ વન પર સાઈકલ શરૂ કરીને દેશના મૂડીબજારે અન્ય દેશોના મૂડીબજારો પર સરસાઈ પ્રાપ્ત કરી છે. સેટલમેન્ટ સાઈકલના દિવસોમાં ઘટાડો થવાને પગલે રોકાણકારોને અધિક પ્રવાહિતા પ્રાપ્ત થશે. ટૂંકા સેટલમેન્ટ સાઈકલને પરિણામે વેપાર અને રોકાણકારોની સામેલગીરીમાં વધારો થશે. ઝડપી સેટલમેન્ટ પિરિયડ મારફત બીએસઈ દેશના નાણાકીય બજારના વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.
|