+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 15 સપ્ટેમ્બર, 2023
બીએસઈ દ્વારા સંચાલિત ઈન્વેસ્ટર સર્વિસ સેન્ટર (આઈએસસી)નું રાજકોટ, ગુજરાત ખાતે શ્રી મનોજ કુમાર (એક્ઝિક્યટીવ ડિરેક્ટર-સેબી) દ્વારા 15 સપ્ટેમ્બર, 2023ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી બી. જે. દિલીપ (રિજનલ ડિરેક્ટર-સેબી વેસ્ટ), શ્રી યોગેશ બંબાર્ડેકર (એડિશનલ જનરલ મેનેજર-બીએસઈ ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ) અને અન્ય એક્સચેન્જો, સ્ટોક બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેન્ટર સિક્યોરિટીઝ માર્કેટમાં તમામ લિસ્ટેડ કોર્પોરેટ એન્ટિટી અને અન્ય નોંધાયેલી ઈન્ટરમિડીયરીઝ સામેની રોકાણકારોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટેની સુવિધા પૂરી પાડશે અને પ્રદેશમાં રોકાણકારોને જાગૃત કરવા કાર્યક્રમોનું આયોજન કરવાની સુવિધા પણ પૂરી પાડશે.
સિંગલ વિન્ડો સંપર્ક તરીકે રોકાણકારો બીએસઈ, સેબી અને એનએસઈ માટે નીચેના સરનામે ઉપલબ્ધ ઈન્વેસ્ટર સર્વિસ સેન્ટર (આઈએસસી)ની સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
ઈન્વેસ્ટર સર્વિસ સેન્ટર (આઈએસસી),
401, આલાપ-બી, લિમડા ચોક,
શાસ્ત્રી મૈદાનની સામે,
રાજકોટ-360001,
ગુજરાત
સંપર્ક: કાર્તિક બાવિષી = લેન્ડ લાઈન નં.
0281–2464 348 |