+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા.4 મે, 2022 શાશ્વત ફર્નિશિંગ સોલ્યુશન્સ લિમિટેડ અને ગ્લોબલ લોંગલાઇફ હોસ્પિટલ એન્ડ રિસર્ચ લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થતાં કુલ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 370 થઈ છે. શાશ્વત ફર્નિશિંગ સોલ્યુશન્સ લિમિટેડ રૂ.10 મૂળ કિંમતના 5,58,000 ઈક્વિટી શેર્સ રૂ.45ના ભાવે ઓફર કરી રૂ.2.51 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 25 એપ્રિલ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગ્લોબલ લોંગલાઇફ હોસ્પિટલ એન્ડ રિસર્ચ લિમિટેડ ગુજરાતસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદમાં છે. કંપની ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટસનું ટ્રેડિંગ કરે છે. અત્યાર સુધીમાં 136 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 370 કંપનીઓએ બજારમાંથી રૂ.3,928 કરોડ એકત્ર કર્યા છે, જેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 2 મે, 2022ના રોજ રૂ.52,182 કરોડ હતું. બીએસઈ 61 ટકા બજાર હિસ્સા સાથે આ ક્ષેત્રે મોખરે છે. |