+¾à´ÉÉ±É |
|
દિલ્હીવેરી લિ.એ અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે કંપનીએ ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ તેની સંપૂર્ણ સંકલિત સેવાઓને સંપૂર્ણ સ્યુટ દ્વારા ધ સોલ્ડ સ્ટોર (એક કેઝ્યુઅલ વેર બ્રાન્ડ) સહિત ઘણી ડી2સી બ્રાન્ડ્સ અને હોમ ડેકોર કંપની નેસ્ટાસિયા સાથે તેના બિઝનેસનું વિસ્તરણ કર્યું છે. નેસ્ટાસિયા અને ધ સોલ્ટ સ્ટોરે શરૂઆતમાં કંપનીની એક્સપ્રેસ પાર્સલ સર્વિસીસનો ઉપયોગ કર્યો હતો અને હવે કંપનીની વ્યાપક વેરહાઉસિંગ નેટવર્ક સહિત સપ્લાય ચેઈન ક્ષમતાઓનો લાભ ઉઠાવી ગ્રાહકોને ઝડપી સ્ટોક ડિલિવરી કરી રહી છે. ધ સોલ્ટ સ્ટોરે દક્ષિણ અને પૂર્વમાં ગ્રાહકોને વધુ સારી રીતે સેવા પ્રદાન કરવા માટે બેંગલુરુ અને કોલકતામાં વેરહાઉસ લોન્ચ કરી હાલમાં ભાગીદારી કરી છે. નેસ્ટાસિયા તેની વૃદ્ધિને વેગ આપવા માટે લોજિસ્ટિક્સ કામગીરી માટે કંપનીનો ઉપયોગ કરી રહી છે.
|