+¾à´ÉÉ±É |
|
મુંબઈ, તા. 7 સપ્ટેમ્બર, 2023
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિ. (500031) તેના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસને અલગ કરવા માટે પુનર્ગઠનના ભાગરૂપે બજેલ પ્રોજેક્ટ્સ લિ.માં ડિમર્જિંગ કરી રહી છે, જેના કારણે વિવિધ એસએન્ડપી બીએસઈ ઈન્ડાયસીસમાં 14 સપ્ટેમ્બર, 2023થી નીચે મુજબના ફેરફાર કરવામાં આવશે.
બજાજ ઈલેક્ટ્રિકલ્સ લિ. (સ્ક્રિપ કોડ- 500031)ને એસએન્ડપી બીએસઈ 500, એસએન્ડપી બીએસઈ 250 સ્મોલકેપ ઈન્ડેક્સ (આઈએનઆર), એસએન્ડપી બીએસઈ 400 મીડસ્મોલકેપ ઈન્ડેક્સ (આઈએનઆર), એસએન્ડપી બીએસઈ ઓલકેપ, એસએન્ડપી બીએસઈ કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, એસએન્ડપી બીએસઈ મીડસ્મોલ કેપ, એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ અને એસએન્ડપી બીએસઈ કંઝ્યુમર ડ્યુરેબલ્સમાંથી બહાર કરવામાં આવશે.
ક્રાફ્ટ્સમેન ઓટોમેશન લિ. (સ્ક્રિપ કોડ- 543276)ને એસએન્ડપી બીએસઈ 500, એસએન્ડપી બીએસઈ 250 સ્મોલકેપ ઈન્ડેક્સ (આઈએનઆર) અને એસએન્ડપી બીએસઈ 400 મીડસ્મોલકેપ ઈન્ડેક્સ (આઈએનઆર)માં ટ્રાન્સફર કરવામાં આવશે.
|