+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 30 ડિસેમ્બર, 2022
દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક બીએસઈ સ્ટાર એમએફ પર ડિસેમ્બર મહિનામાં 2.44 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. આ પૂર્વે નવેમ્બર, 2022માં 2.32 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
ડિસેમ્બર મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સનો પણ નવો રેકોર્ડ બન્યો છે. ડિસેમ્બરની 12મી તારીખે 37.75 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. આ પૂર્વે સિંગલ દિવસમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ 34.29 લાખ ટ્રાન્ઝેક્શન્સનો હતો જે 10મી ઓક્ટોબરે થયો હતો.
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ નવ મહિનામાં (એપ્રિલથી ડિસેમ્બર) ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા વર્ષના સમાન ગાળાના 18.47 કરોડથી વધીને 18.72 કરોડ થઈ છે, જે 101 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ડિસેમ્બર 2022માં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા નવેમ્બર 2022ના 2.32 કરોડની તુલનાએ પાંચ ટકા વધીને 2.44 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થઈ છે. જ્યારે ડિસેમ્બર 2021ની તુલનાએ 41 ટકાનો વધારો થયો છે.
ડિસેમ્બર, 2022માં નેટ ઈક્વિટી ઈન્ફ્લો નવેમ્બર 2022ની તુલનાએ 49 ટકા વધીને રૂ.5,515 કરોડ રહ્યો છે. જોકે ડિસેમ્બર 2021ના રૂ.6,610 કરોડની તુલનાએ નેટ ઈક્વિટી ઈન્ફ્લો ઘટ્યો છે.
ડિસેમ્બરમાં એસઆઈપીની બુક સાઈઝ 11.67 નવા એસઆઈપીના રજિસ્ટ્રેશન સાથે રૂ.284.69 કરોડની થઈ છે, જે નવેમ્બરમાં 11.33 લાખ નવા એસઆઈપીના રજિસ્ટ્રેશન સાથે રૂ.274 કરોડ રહી હતી.
ડિસેમ્બરમાં બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મ પર ટર્નઓર નવેમ્બર 2022ના રૂ.34,352 કરોડથી પાંચ ટકા વધીને રૂ.36,199 કરોડ થયું છે. જોકે ડિસેમ્બર 2021માં રૂ.39,438 કરોડનું ટર્નઓવર થયું હતું.
|