+¾à´ÉÉ±É |
|
13 મે, 2023ના રોજ સેબીના પૂર્ણ સમયના મેમ્બર એસ.કે. મોહન્તીના હસ્તે નવી દિલ્હી ખાતે ઈન્વેસ્ટર સર્વિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનું બીએસઈ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ પ્રસંગે સેબીના નોર્ધન રિજનના રિજનલ ડિરેક્ટર અમીત પ્રધાન, બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલ, બીએસઈ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડના વડા ખુશ્રો બલસારા અને સેબી, સ્ટોક એક્સચેન્જીસ, સ્ટોક બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઈન્વેસ્ટર સર્વિસ સેન્ટર લિસ્ટેડ કંપનીઓ અને અન્ય રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરીઝ સામેની ફરિયાદોનું નિરાકરણ કરશે અને સંપૂર્ણ નોર્ધન રિજનમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો યોજશે.
રોકાણકારો આ સેન્ટરનો લાભ લઈ શકે છે, જેનું સરનામું નીચે પ્રમાણે છેઃ
ઈન્વેસ્ટર સર્વિસ સેન્ટર, 101, પહેલે માળે, અગરવાલ કોર્પોરેટ ટાવર, 23 ડિસ્ટ્રિક્ટ સેન્ટર, રાજેન્દર પ્લેસ, નવી દિલ્હી-110008 |