+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા.6 જાન્યુઆરી, 2023
બીએસઈએ ગોવા સરકાર સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યો છે, જે હેઠળ બીએસઈ ગોવા રાજ્યમાં એસએમઈના લિસ્ટિંગના લાભો સંબંધિત જાગૃતિ લાવવા માટેની કામગીરી કરશે અને રાજ્યોના એસએમઈઝને ઈક્વિટી મૂડી એકત્ર કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડશે. કરાર પ્રમાણે ગોવાનો વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ ડિસ્ટ્રિક્ટ ઈન્ડસ્ટ્રીઝ સેન્ટર્સ દ્વારા એસએમઈ પ્રતિનિધિઓનો તેમ જ રાજ્યના પ્રાદેશિક એસોસિયેશન્સનો સંપર્ક કરશે, જેમના સભ્યોને એક્સચેન્જ દ્વારા યોજાનારા ક્ષમતા વિસ્તરણ સંબંધિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
બીએસઈ દેશનું સૌથી મોટું એસએમઈ એક્સચેન્જ છે, જ્યાં ચારસોથી અધિક કંપનીઓ લિસ્ટેડ છે.
આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું, દેશના અર્થતંત્રમાં એસએમઈ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને બીએસઈ એસએમઈ એક્સચેન્જે દેશનાં હજારો એસએમઈઝની જરૂરિયાતોને સંતોષવાનું વિઝન રાખ્યું છે. ગોવા સરકાર સાથેનું આ જોડાણ રાજ્યના નાના અને મધ્યમ એકમો માટેની અસંખ્ય તકો નિર્માણ કરશે.
ગોવા ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર પી. પ્રવિમલ અભિષેકે કહ્યું, વડા પ્રધાનના વિઝનને અનુરૂપ ગોવા સરકાર એમએસએમઈઝને સપોર્ટ કરવા કટિબદ્ધ છે. બીએસઈ સાથેનો એમઓયુ એ દિશામાંનું પગલું છે. મને આશા છે કે એમએસએમઈ ક્ષેત્ર હવે મૂડી એકત્ર કરી વધુ ગતિશીલ બનશે અને વધુને વધુ લોકોને રોજગાર પૂરો પાડશે.
બીએસઈના એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ હેડ અજય ઠાકુરે આ પ્રસંગે કહ્યું કે અમારો હેતુ રાષ્ટ્રનાં એસએમઈઝ સુધી પહોંચી તેમને મૂડી એકત્ર કરવામાં સહાય કરવાનો, તેમના મૂલ્યમાં વધારો કરવાનો અને તેમની ઉપ્સથિતિ અને પારદર્શકતા વધારવાનો છે. અમે આ ભાગીદારી દ્વારા ગોવાના એસએમઈઝનો વિકાસ કરવામાં અને આર્થિક રીતે સધ્ધર બનવામાં સહાય કરીશું.
|