+¾à´ÉÉ±É |
|
સોના બીએલડબ્લ્યુ પ્રિસિઝન ફોર્જિંગ્સ લિ.એ જણાવ્યું છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં યુનાઈટેડ ઓટો વર્કર્સ (યુએડબ્લ્યુ)એ 15 સપ્ટેમ્બર, 2023ના રોજ ત્રણ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ)ના કેટલાક પ્લાન્ટ્સમાં હડતાળ કરી છે. કંપની આ સ્થિતિ પર બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે. હાલમાં કંપનીના વેચાણ પર ન્યૂનતમ અસર પડી, પરંતુ જો આ હડતાળ લાંબા સમય સુધી ચાલુ રહે અથવા અન્ય પ્લાન્ટ સુધી લંબાય તો વધુ નુકસાન થઈ શકે છે.
|