+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 12 જાન્યુઆરી, 2023
બીએસઈ એસએમઈ પર વધુ બે કંપનીઓ રેક્સ સીલિંગ એન્ડ પેકિંગ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એસવીએસ વેન્ચર્સ લિમિટેડ લિમિટેડ લિસ્ટ થતાં કુલ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 412 થઈ છે.
રેક્સ સીલિંગ એન્ડ પેકેજિંગ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 5.99 લાખ ઈક્વિટી શેર્સ રૂ.135ની કિંમતે ઓફર કરી રૂ.8.09 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 4 જાન્યુઆરી, 2023ના રોજ સંપન્ન થયો હતો. મહારાષ્ટ્રસ્થિત આ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે. કંપનીના પબ્લિક ઈશ્યુની લીડ મેનેજર આર્યમેન ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ હતી.
એસવીએસ વેન્ચર્સ લિમિટેડે રૂ.10ની કિંમતના 56.22 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.20ની કિંમતે ઓફર કરી રૂ.11.24 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 4 જાન્યુઆરી, 2023ના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલી છે. કંપની રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં કામકાજ કરે છે અને મધ્યમ અને ઉચ્ચ આવક વર્ગના લોકો માટેના રહેણાક પ્રોજેક્ટ્સનો વિકાસ કરે છે. મુંબઈ સ્થિત ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ એસવીએસ વેન્ચર્સના પબ્લિક ઈશ્યુની લીડ મેનેજર હતી.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 410 કંપનીઓએ રૂ.4,544 કરોડ એકત્ર કર્યા છે અને તેમનું કુલ કેપિટલાઈઝેશન 11 જાન્યુઆરી, 2023ના રોજ રૂ.65,000 કરોડ રહ્યું હતું. અત્યાર સુધીમાં 160 કંપનીઓ આ પ્લેટફોર્મ પરથી મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે.
|