+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા.11 મે, 2023
બીએસઈ લિમિટેડના નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ.2ની મૂળ કિંમતના ઈક્વિટી શેરદીઠ રૂ.12ના ડિવિડંડની ભલામણ કરવામાં આવી છે. વર્ષાન્તે બીએસઈની કુલ આવક 10 ટકા વધીને રૂ.954 કરોડ થઈ છે. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.221 કરોડ થયો છે. કાર્યકારી નફો આગલા ત્રિમાસિક ગાળાના રૂ.39 કરોડથી 144 ટકા વધીને રૂ.95 કરોડ થયો છે.
બીએસઈના સ્ટાર એમએફ પર ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 2023માં 43 ટકા વધીને 26.5 કરોડની થઈ છે.
31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલા વર્ષમાં બીએસઈનો ચોખ્ખો નફો રૂ.205.65 કરોડ થયો છે, જે આગલા વર્ષે રૂ.244.93 કરોડ હતો. આ વર્ષે કામકાજની આવક રૂ.953.94 કરોડ રહી છે જે આગલા વર્ષમાં રૂ.863.53 કરોડ હતી.
|