+¾à´ÉÉ±É |
|
સેઝલ ગ્લાસ લિ.ની 17 માર્ચ, 2023ના યોજાયેલી ફંડ રેઝિંગ કમિટીની મીટિંગ રૂ.10ની કિંમતના રૂ.35 કરોડના 10 લાખ ઈક્વિટી શેર્સના ક્યુઆઈબી ઈશ્યુ મંજૂર કરવામાં આવ્યો છે. સાથે જ ઈશ્યુ સંબંધિત દસ્તાવેજો અને અરજી ફોર્મને મંજૂરી આપી છે અને 17 માર્ચ, 2023ના રોજ ક્યુઆઈપી ઈશ્યુ ખોલવાને મંજૂરી આપી છે અને ઈક્વિટી શેરદીઠ રૂ.250.85 ફ્લોર પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. કંપની પ્રસ્તાવિત ઈશ્યુ માટે ફ્લોર પ્રાઈસ પર 5 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે આ સંબંધમાં કમિટીની મીટિંગ 22 માર્ચ, 2023ના રોજ યોજશે, જેમાં ડિસ્કાઉન્ટ સહિત ઈશ્યુ પ્રાઈસ મંજૂર કરવામાં આવશે. |