+¾à´ÉÉ±É |
|
એચએફસીએલ લિ.એ જણાવ્યું છે કે કંપનીને મધ્ય પ્રદેશ સરકારના ઉપક્રમ ``મધ્ય પ્રદેશ જલ નિગમ'' પાસેથી રૂ.1015 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરમાં મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં મલ્ટી-વિલેજ પીવાના પાણીની સપ્લાય નેટવર્કના અમલીકરણ માટે ક્રિટિકલ અને મહત્વપૂર્ણ માર્ગો પર ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાખવા માટે ઈપીસી સર્વિસીસ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ ઈન્સ્ટોલેશનથી નેટવર્કના સંચાલન અને જાળવણીમાં પણ વધારો થશે. આ ઓર્ડરથી કંપનીની આવક અને નફામાં વધારો થવાની અપેક્ષા છે. ઉપરોક્ત ઓર્ડરને કોન્સોર્ટિયમ ભાગીદાર તરીકે ખિલારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ના સહયોગથી કંપની દ્વારા કાર્યરત કરવામાં આવસે.
|