+¾à´ÉÉ±É |
|
એમ્ફેસિસ લિ.એ જણાવ્યું હતું કે આજે બહાર પાડવામાં આવેલા દેશભરના 1,818 યુએસ પુખ્ત વયના લોકોના સર્વેક્ષણના પરિણામો અનુસાર લગભગ અડધા ભાવિ ઘર ખરીદદારો ઘરની મૂળભૂત કિંમતો ચૂકવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તેઓનું માનવું છે કે તેઓ જ્યાં સ્થળાંતર કરવાનું નક્કી કરે છે ત્યાં ઘર વીમા પરવડે તે મુખ્ય પરિબળ છે. મોર્ગેજ, ઉપભોક્તા ધિરાણ અને નાણાકીય સેવાઓ ઉદ્યોગો માટે ક્વાલિટી કન્ટ્રોલ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેવાઓ પૂરી પાડતી અગ્રણી કંપની તેમ જ કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની એમ્ફેસિસ ડિજિટલ રિસ્ક દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
|