+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 17 ડિસેમ્બર, 2024
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 534મી કંપની તરીકે ટોસ ધ કોઈન લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો એસએમઈ આઈપીઓ 12 ડિસેમ્બર, 2024ના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.
કંપની તામિલ નાડુ રાજ્યમાં રજિસ્ટર્ડ છે. કંપની માર્કેટિંગ સલાહકાર કંપની તરીકેનું કામકાજ કરે છે. કંપની તેના ક્લાયન્ટ્સને કસ્ટમ મેડ માર્કેટિંગ સર્વિસીસ પૂરી પાડે છે. તેઓ કંપનીઓને તેમના વેપારમાં રચનાત્મકતા, જવાબદાર અને સક્ષમ કામગીરી દ્વારા વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. કંપની ગ્રાહકોની આવશ્યકતા અનુસાર નવા યુગના આધુનિક બ્રાન્ડ અભિગમ સાથેની સર્વિસીસ પૂરી પાડે છે.
|