મહત્ત્વની જાહેરાતો
બીએસઈમાં કાર્યરત જુદા-જુદા વિભાગો દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે એનાથી તેમ જ કંપનીઓ દ્વારા કરાતી વિવિધ જાહેરાતોથી રોકાણકારોને વાકેફ રાખવાની કામગીરી એક્સચેન્જ બજાવે છે. એક્સચેન્જ દૈનિક ધોરણે વિવિધ નિર્ણયો લે છે, જેમ કે માર્જિનમાં ફેરફાર, સર્કિટ ફિલ્ટરની મર્યાદામાં વધારો કે ઘટાડો, નિયમો કે નિયમનોમાં ફેરફાર વગેરે. આ બધાની જાણ કરવા માટે એક્સચેન્જ પરિપત્રો બહાર પાડે છે. આ સિવાય કંપનીઓ દ્વારા કરાતી જાહેરાતો જેવી કે બોનસ, ડિવિડંડ, કામગીરીનો અહેવાલ, બોર્ડ મીટિંગ, રેકોર્ડ ડેટ અને અન્ય મહત્ત્વની જાહેરાતો ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે અને એ પ્રકાશિત પણ કરાય છે. વધુમાં બીએસઈ જાહેર જનતાની તેમ જ વિશાળ વર્ગના રોકાણકારોને માહિતી-માર્ગદર્શન તેમ જ મહત્ત્વના નિર્ણયોની જાણ કરવા નિયમિત ધોરણે અખબારી યાદી પણ બહાર પાડે છે. |