શેરઆંક

બીએસઈનો ઈક્વિટી ઈન્ડેક્સ “સેન્સેક્સ’’ લોકપ્રિય તો છે જ અને તેમાં સમગ્ર માર્કેટનું સેન્ટિમેન્ટ પ્રતીત થાય છે. પરંતુ આ સાથે બીએસઈ દ્વારા વિવિધ ક્ષેત્રના શેરઆંક પણ તરતા મૂકવામાં આવ્યા છે. આવા સેક્ટરલ ઈન્ડેક્સમં ટેકનોલોજી, પીએસયુ, ઑટો, બેન્કેક્સ, કંઝ્યુમર ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર, આઈટી (ઈન્ફોર્મેશન ટેકનોલોજી), મેટલ, ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત ડોલરના મૂલ્યમાં ડોલેક્સ-30, ડોલેક્સ-100, ડોલેક્સ-200 આંકનો સમાવેશ થાય છે.


સેન્સેક્સ

મુંબઈ શેરબજારે સેન્સેક્સની રચના 1986માં કરી હતી અને આજે તેની માત્ર દેશમાં જ નહિ પણ વિદેશોમાં અગ્રણી ઈન્ડેક્સમાં ગણતરી થાય છે. સેન્સેક્સમાં 30 કંપનીઓને સમાવવામાં આવી છે, જેની ગણતરી ‘માર્કેટ

કેપિટલાઈઝેશન-વેઈટેજ’ મેથોડોલોજીને આધારે કરવામાં આવે છે. સેન્સેક્સનું પાયાનું વર્ષ 1978-79 છે.

સેન્સેક્સને સમય જતાં ‘ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશન-વેઈટેજ’ મેથોડોલોજીમાં ફેરવાયો હતો.


બીએસઈ-100

બીએસઈએ જાન્યુઆરી 1988માં મુંબઈ, કોલકત્તા, દિલ્હી, અમદાવાદ અને મદ્રાસ શેરબજારની અગ્રણી કંપનીઓના શેરોને સાંકળી લેતા બીએસઈ-100 આંકની રચના કરી હતી અને તેને નેશનલ ઈન્ડેક્સ તરીકે ગણાવાયો હતો. જોકે 14મી ઑક્ટોબર 1996એ તેની પુનઃ રચના કરવામાં આવી અને માત્ર મુંબઈ શેરબજારમાં લિસ્ટેડ

કંપનીઓના શેરોને તેમાં સમાવી બીએસઈ-100ની રચના કરાઈ. બીએસઈ-100 ઈન્ડેક્સના ડૉલરના મૂલ્યમાં

રૂપાંતર કરેલા ઈન્ડેક્સને ડૉલેક્સ-100 તરીકે ઓળખવામાં આવે છે.


બીએસઈ-200

બીએસઈએ 27મી મે 1994એ નવા ઉદ્યોગોમાં પ્રવેશેલી કંપનીઓના વધી રહેલા માર્કેટ કેપિટલાઈઝેશનને ધ્યાનમાં રાખીને બીએસઈ-200 આંકની રચના કરી હતી. બીએસઈ-200 આંકના ડોલર મૂલ્યાંકનમાં રૂપાંતર થયેલા આંકને ડોલેક્સ-200 તરીકે ઓળખવામાં આવે છે. સતત વધી રહેલી લિસ્ટેડ કંપનીઓની સંખ્યાની સાથે માર્કેટ કેપિટલાઈઝેશનમાં વૃદ્ધિ થવા લાગી. બજારના પાર્ટીસિપન્ટને ધ્યાનમાં રાખીને બીએસઈએ વધુ વિસ્તૃત ઈન્ડેક્સ બીએસઈ-500 તરતો મૂક્યો હતો, જે બીએસઈના મોટા ભાગના માર્કેટ કેપિટલાઈઝેશનને સાંકળી લે છે.


નવા શેરઆંકની રચના

સમયની સાથે નવાં નવાં ક્ષેત્રોની કંપનીઓની વધેલી સંખ્યાઓને ધ્યાનમાં રાખીને બીએસઈએ સેક્ટરલ આંકની રચના કરી. 1999માં પાંચ સેક્ટરલ આંક તરતા મુકાયા હતા. 2001માં બીએસઈએ પીએસયુ ઈન્ડેક્સ, ડોલેક્સ-30
અને પ્રથમ વાર બીએસઈ ટેક ઈન્ડેક્સ લોન્ચ કર્યા હતા.

એક્સચેન્જ દ્વારા શેરઆંકની સાથે તે આંકની શેરદીઠ આવક, બુક વેલ્યુ રેશિયો અને ટકાવારીમાં ડિવિડંડની યીલ્ડની પણ માહિતી આપવામાં આવે છે. બીએસઈ ઈન્ડેક્સને ટ્રેડિંગ સમયમાં દર 15 સેકન્ડે અપડેટ કરે છે. એક્સચેન્જની ઈન્ડેક્સ કમિટી દ્વારા બીએસઈ-આંકમાં સમયાંતરે સુધારા-વધારા કરાય છે.

ઉપર જણાવ્યું તેમ બીએસઈ દ્વારા સેક્ટરલ ઈન્ડેક્સ હેઠળ બીએસઈ ટેક્નોલોજી (આઈટી), બીએસઈ પીએસયુ, બીએસઈ ઑટો, બીએસઈ બેન્કએક્સ, બીએસઈ કન્ઝ્યુમર ગુડ્ઝ (સીજી), બીએસઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ (સીડી), બીએસઈ એફએમસીજી, બીએસઈ હેલ્થકેર (એચસી), બીએસઈ આઈટી, બીએસઈ મેટલ અને બીએસઈ ઑઈલ એન્ડ ગેસ બહાર પાડવામાં આવે છે. આ ઈન્ડેક્સના માર્કેટ કેપિટલાઈઝેશન ઉપરાંત તેની સાથે વર્ષની ઊંચી અને નીચી સપાટી પણ આપવામાં આવે છે.

BACK