મૂડીબજારમાં મુખ્યત્વે બે માર્કેટ હોય છે. ઈક્વિટી અને ડેટ માર્કેટ. ડેટ માર્કેટમાં કેન્દ્ર કે રાજ્ય સરકારો, જાહેર સંસ્થાઓ, ખાસ કાનૂન હેઠળ સ્થપાયેલાં નિગમો, બેન્કો અથવા કોર્પોરેટ સંસ્થાઓ દ્વારા ઈશ્યુ કરાતી સ્થિર આવક ધરાવતી સિક્યુરિટીઝનો સમાવેશ થાય છે.
વિશ્વની નાણાબજારની શક્તિ
સ્થિર આવક ધરાવતી સિક્યુરિટીઝમાં વિવિધ, નાવીન્યપૂર્ણ અને આધુનિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ જેવાં કે વિવિધ બોન્ડ્સનો સમાવેશ થાય છે. આ બજાર મૂડીના સર્જન સાથે અસ્તિત્વમાં આવેલી છે અને તે ડેટ માર્કેટ કે બોન્ડ માર્કેટ તરીકે ઓળખાય છે. બોન્ડ માર્કેટ આશરે 3.5 ટ્રિલિયન અમેરિકી ડોલરની છે, એટલે કે વિશ્વના બધા દેશોના કુલ
જીડીપીની સમકક્ષ છે. એટલે જ ડેટ માર્કેટ વિશ્વની નાણાબજારોમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ભારતીય અર્થતંત્રનો સ્તંભ
ભારતીય અર્થતંત્રમાં ડેટ માર્કેટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય બોન્ડ માર્કેટ આજે એશિયાની સૌથી મોટી માર્કેટ છે.બોન્ડ ભરણાંની બજાર રૂ.14,640 અબજની અને સેકન્ડરી માર્કેટ આશરે રૂ.28,500 અબજની છે.
બજાર માળખામાં આવેલા ધરમૂળથી ફેરફારો
ભારતીય ડેટ માર્કેટ વર્તમાનમાં મહત્વના ફેરફારોને આરે છે. વીસમી સદીના પ્રથમાર્ધમાં ડેટ સાધનોનું અડધાથી અધિક હોલ્ડિંગ રિટેલ ઈન્વેસ્ટર્સ પાસે હતું. અંકુશિત વ્યાજદરો અને ઈક્વિટી તેમ જ અન્ય ઈન્સ્ટ્રુમેન્ટ્સની વધતી લોકપ્રિયતા સાથે સરકારી જામીનગીરીઓમાં રોકાણકારોનો રસ અને સામેલગીરી ઘટતાં ગયાં હતાં.એ પછી ભારતીય ડેટ માર્કેટના માળખામાં હોલસેલ માર્કેટ જ મુખ્ય રહી છે, જેમાં મોટે ભાગે મોટી નાણાસંસ્થાઓ અને પ્રાઈમરી ડીલરો જ સામેલ થાય છે. હોલસેલ માર્કેટ છેલ્લાં થોડાં વર્ષોમાં ઝડપથી વધી છે એટલે તેમાં રિટેલ
ઈન્વેસ્ટરની સામેલગીરી વધવાની ભૂમિકા રચાઈ છે. રિટેલ ડેટ માર્કેટ સર્જવા માટેના પ્રયત્નોની પહેલ બીએસઈએ કરી હતી અને સેબી, આરબીઆઈ તથા ભારત સરકારને અસરકારક રજૂઆત કરી હતી. આ પ્રયત્નોને પગલે રિટેલ ડેટ માર્કેટ સર્જવામાં આવી રહી છે.
ડેટ માર્કેટમાં બીએસઈનું યોગદાન
ભારતમાં પારદર્શક અને સલામત ડેટ માર્કેટના વિકાસમાં બીએસઈનું મોટું યોગદાન રહ્યું છે. તેનું ભારતભરમાં ફેલાયેલું નેટવર્ક અદ્વિતીય છે. બીએસઈ ડેટ માર્કેટ પ્રોડક્ટ્સના વિતરણ, ટ્રેડિંગ અને સેટલમેન્ટ માટેનો કાર્યક્ષમ મંચ પૂરો પાડે છે.
સરકારી જામીનગીરીઓમાં રિટેલ ટ્રેડિંગ
સરકારી જામીનગીરીઓમાં 16 જાન્યુઆરી 2003થી રિટેલ ટ્રેડિંગ શરૂ થયું છે. આ બજારમાં આ પૂર્વે માત્ર હોલસેલ ઈન્વેસ્ટરો જ પ્રવેશી શકતા હતા. અત્યારે ભારતીય રોકાણકારો દેશભરમાં પથરાયેલા બીએસઈના બોલ્ટ નેટવર્ક સાથે જોડાયેલાં ટર્મિનલ પરથી સરકારી જામીનગીરીઓ ખરીદી કે વેચી શકે છે. બીએસઈનું ડેટ માર્કેટ મોડ્યુલ બધાં ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સના ટ્રેડિંગ માટેની ભરોસાપાત્ર અને અસરકારક સિસ્ટમ છે.
બીએસઈ તેની અત્યાધુનિક બીએસઈ વેબેક્સ મારફત સરકારી જામીનગીરીઓના ઓનલાઈન ટ્રેડિંગની સગવડ પણ પૂરી પાડે છે.