22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà
©É¾n´É{ÉÒ PÉ÷{ÉÉ+Éà
31 WÖ±ÉÉ>, 2017

જુલાઈ, 2017 મહિના દરમિયાન બીએસઈ લિ. પર નીચેની કંપનીઓનું લિસ્ટિંગ થયું છે.

જીટીપીએલ હેથવે લિ. (સ્ક્રિપ કોડ: 540602), એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિ. (સ્ક્રિપ કોડ: 540611), ગૌતમ એક્ઝિમ લિ. (સ્ક્રિપ કોડ: 540613), જી જી એન્જિનિયરિંગ લિ. (સ્ક્રિપ કોડ: 540614), 7એનઆર રિટેલ લિ. (સ્ક્રિપ કોડ: 540615), ભાગ્યનગર પ્રોપર્ટિઝ લિ. (સ્ક્રિપ કોડ: 540621), આર્ટેમિસ ગ્લોબલ લાઈફ સાયન્સ લિ. (સ્ક્રિપ કોડ: 540616), સલાસર ટેક્નો એન્જિનિયરિંગ લિ. (સ્ક્રિપ કોડ: 540642), અવધ સુગર એન્ડ એનર્જી લિ. (સ્ક્રિપ કોડ: 540649), ગંગેસ સિક્યુરિટીઝ લિ. (સ્ક્રિપ કોડ: 540647), પલાશ સિક્યુરિટીઝ લિ. (સ્ક્રિપ કોડ: 540648), મગધ સુગર એન્ડ એનર્જી લિ. (સ્ક્રિપ કોડ: 540650), જિગર કેબલ્સ લિ. (સ્ક્રિપ કોડ: 540651).

26 WÖ±ÉÉ>, 2017

મૂડી પ્રવાહ સર્જવાના અને સંદેશવ્યવહાર ચેનલ્સની રચના અંગેના સમાન લક્ષ્યાંકો પાર પાડવાના એક મહત્ત્વના પગલારૂપે ઈજિપ્શિયન એક્સચેન્જ (ઈજીએક્સ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) થયો છે, જેમાં પરસ્પરના સહકાર અને બંને એક્સચેન્જીસ વચ્ચે માહિતીના આદાનપ્રદાનનો સમાવેશ થાય છે.

21 WÖ±ÉÉ>, 2017

બીએસઈને “બેસ્ટ એનાલિટિક્સ ઈમ્પ્લિમેન્ટેશન” કેટેગરીમાં પ્રતિષ્ઠિત “બિઝનેસ વર્લ્ડ ડિજિટલ લીડરશિપ અને સીઆઈઓ ઓફ ધ યર” એવોર્ડ પ્રાપ્ત થયો. બીએસઈએ ટ્વિટર અને ફેસબુક વગેરે સોશિયલ મીડિયા પર લિસ્ટેડ કંપનીઓ સંબંધિત સમાચારોને ટ્રેક કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મિકેનીઝમ પર આધાર રાખતું સિસ્ટેમિક સોલ્યુશન દાખલ કર્યું હતું તે બદલ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

15 WÖ±ÉÉ>, 2017

હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત ફુગાવો જૂન મહિનામાં 11 મહિનાની નીચી સપાટી એટલે કે 0.9 ટકા રહ્યો. ફૂડ ઈન્ફ્લેશન નકારાત્મક રહ્યો અને મેન્યુફેક્ચર્ડ આઈટેમ્સની કિંમતો 11 મહિનામાં અતિ ધીમા દરે વધી હોવાથી ફુગાવો ઘટ્યો હતો અને તેથી હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ ઘટ્યો છે.

13 WÖ±ÉÉ>, 2017

કન્ઝ્યુમર પ્રાઈસ આધારિત ફુગાવો જૂન 2017માં મે 2017ના 2.18 ટકાથી ઘટીને 1.54 ટકાની વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યો.

12 WÖ±ÉÉ>, 2017

વર્ષ 2017ના પ્રથમ છ મહિનામાં લિસ્ટેડ કંપનીઓએ રૂ.25,000 કરોડ મૂલ્યના શેર્સ બાય બેક કર્યા છે, જે આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ પાંચ ગણી વૃદ્ધિ દર્શાવે છે.

11 WÖ±ÉÉ>, 2017

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ અને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઈક્વિટી બજારમાં કરાયેલું રોકાણ ચાલુ વર્ષના પ્રથમ છ મહિના (જાન્યુઆરીથી જૂન) દરમિયાન આગલા વર્ષના આ જ સમય ગાળાની તુલનાએ ત્રણથી અધિક ગણું થયું. એફપીઆઈએ આ છ મહિનામાં રૂ.55,908 કરોડ અને મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ.41,797 કરોડ કર્યું. આ બંનેનું રોકાણ આગલા વર્ષના રૂ.28,811 કરોડથી 3.4 ગણું વધ્યું છે, એમ એનએસડીએલ પાસેથી પ્રાપ્ત થયેલા આંકડાઓમાં જણાવાયું હતું.

6 WÖ±ÉÉ>, 2017

કેન્દ્ર સરકારની માલિકીની એનએમડીસીએ તત્કાળ અસરથી આયર્ન ઓરના ભાવ 8.2 ટકા ઘટાડીને ટનદીઠ રૂ.2,225 અને આયર્ન ઓર ફાઈન્સનો ભાવ 9.15 ટકા ઘટાડીને ટનદીઠ રૂ.1,085 કર્યો.

4 WÖ±ÉÉ>, 2017

સરકારે મૂડી આકર્ષવા લીધેલાં કેટલાંક પગલાં છતાં જૂન, 2017માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં મૂડીરોકાણમાં ઝડપી ઘટાડો થયો. જૂન અંતેના ત્રિમાસિક ગાળામાં ભારતીય કંપનીઓએ રૂ.1.35 લાખ કરોડના માત્ર 448 નવા પ્રોજેક્ટ્સ જાહેર કર્યા. આ આંકડો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.2.2 લાખ કરોડના પ્રોજેક્ટ્સની તુલનાએ બહુ ઓછો છે, એમ સીએમઆઈઈએ જણાવ્યું હતું. માર્ચ અંતેના ત્રિમાસિક ગાળામાં રૂ.2.92 લાખ કરોડના પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

3 WÖ±ÉÉ>, 2017

જૂન મહિના દરમિયાન બીએસઈને 78 કંપની વિરુદ્ધ 89 ફરિયાદો મળી હતી. આ જ ગાળામાં લિસ્ટેડ 56 કંપનીઓ વિરુદ્ધની 75 ફરિયાદો નિવારવામાં આવી હતી. નિવારાયેલી આ ફરિયાદોમાં આગલા સમયગાળાની ફરિયાદોનો સમાવેશ થતો હતો.

»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.